ભાજપ કાર્યાલય ખાતે ટપલી દાવ થયો હતો જેમાં આપના કાર્યકરો પર મારામારી અને હત્યાની કોશિશ કરવામાં આવી હોવા આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે સુરતના સર્કિટ આવાસ ખાતે આપના ગોપાલ ઇટાલિયા પ્રેસ કોંફરન્સ કરીને કરી હતું કે, બે દિવસ પહેલા ભાજપના ઈશારે આપના કોર્પોરેટરોને માર્સલ દ્વારા માર મરાયો હતો. આપના કાર્યકતા ઘનશ્યામ ભાઈનું ગળું દબાવ્યું હતું બીજા દિવસ ભાજપના કાર્યાલય ખાતે રજુઆત કરવા ગયાં હતાં ત્યારે ભાજપના ગુંડાઓ, લફંગાઓ હિંસા કરવાના ફિરાકમાં હતા. હાથાપાઈ કરવીએ વિરોધનો મતલબએ નથી.
પોલીસે ખોટી એફ.આઈ.આર અમારા પર કરવામાં આવી છે. વધુમાં કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. જેમાં સુભાષ, દિનેશ કાટલોડિયા, ભાવિન ટોપીવાલા, પ્રવીણ પાટીલ સહિતના ભાજપના ગુંડા તત્વો આપના કાર્યકરો પર મારામારીમાં સામેલ હતા. જેથી જો પોલીસ દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દરવાજા ખખડાવશે તેવી વાત કરી હતો.
વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી રહી છે. ભાજપ કાર્યાલય પર થયેલી માથાકૂટ બાદ આપના કાર્યકર્તા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવી તેમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગુંડાગર્દી મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે પણ હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં નથી.



.png)