તાપી અને સુરત જિલ્લામાં ધૂળેટીએ
કેમિકલવાળા કૃત્રિમ રંગો નહીં પણ આરોગ્યવર્ધક ફૂલોનો રંગ જામે છે.
હોળી આવે અને કેસુડા ના રંગબેરંગી ફૂલો ને યાદ કેમ ન
કરાય ? પ્રાકૃતિક રંગો વળે ની હોળી એ આદિકાળ થી ચાલી આવેલ છે
.આ પરંપરા ને આજે પણ તાપી જિલ્લા ના સાત તાલુકા ના અંતરિયાળ ગામો માં રેહતા
આદિવાસી લોકો નિભાવી રહયા છે .ઔષધીય રીતે કેસુડા ફૂલો ગુણકારી હોવાના સંસોધનો પણ
થઈ ચુક્યા છે .ત્યારે આધુનિક યુગ માં પણ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ધૂળેટી તો
કેસુડાના ફૂલો થી જ રમી આ રંગબેરંગી ત્યોહારની ઉજવણી કરે છે . જંગલ વિસ્તાર કે
અન્ય જગ્યા એ થી કેસૂડાં ના ફૂલો લાવી તેને પાણી સાથે મિક્સ કરી તેનું મિશ્રણ
બનવસે અને તે મિશ્રણ ને એક બીજા પર નાખી ધુળેટી પર્વ ની ઉજવણી કરશે.
ભારતીય સંસ્કૃતિમાં દરેક તેહવારોનું એક અનેરું મહત્વ છે
અને એમાં આરોગાતા ખોરાકો અને ઉપયોગ માં લેવાતા આનંદ પ્રમોદના સાધનોનો પણ એક આગવું
આયુર્વેદિક લક્ષ્ણ જોડાયેલું છે. ફાગણ માસના ધમધોખતા તાપના દિવસો માં આવતા હોળી
અને ધૂળેટીના પર્વેમાં કેસુડો આદિકાળ થી એક અનેરું સ્થાન પામી ચુક્યો છે .આજ ના
જમાનામાં કેમિકલયુક્ત રંગો એ કેસુડાં ને ભુલાવ્યો છે. ત્યારે પ્રકૃતિપુજક ગણાતો
આદિવાસી સમાજ હોળી ધૂળેટી ના પર્વ આ જે આદિકાળ થી કેસુડાં ના ફૂલો સાથે ઉજવતો
આવ્યો છે .જે પરંપરા આજે પણ આદિવાસીઓ એ જાણવી રાખી છે.
કેસુડાં ના ફૂલો ઉનાળા ના દિવસોમાં જ અને તે પણ ફાગણ
માસ માં જંગલ વિસ્તારો ની શોભા વધારે છે .પરંતુ આયુર્વેદ નીદ્રષ્ટી એ ગુણકારી
ગણાતા કેસુડાં ના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચુક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા
નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલો થી સ્નાન કરાવવાથી લુ, શરદી તાવ જેવા
રોગોથી રક્ષણ પૂરું પાડે છે. જે કેસુડાં ના ફૂલો ની વિશેષતા છે.આ વિસ્તાર આ
આદિવાસી લોકો દ્વારા ધુળેટી ના દિવસે કેસૂડાં ના લીલા અને સૂકા ફૂલો લાવી તેને
પાણીમાં મિક્સ કરશે તેનું દ્રાવણ બનાવી તેને એકબીજા પર નાખી ને ધુળેટી પર્વ ની
ઉજવણી કરશે. આમ તો હોળી અને કેસુડાં ના ફૂલો વિશે ગુજરાતી કવિ ઓએ મનભરી ગઝલ તેમજ
કવિતા ઓ લખી છે.પરંતુ કેસુડાં માં ખૂટતી કડી આયુર્વેદ ની દ્રષ્ટી એ ગુણકારી ગણાતા
ગુણો ની અયુર્વેચાર્યો એ સંસોધન કરી પૂરી કરી છે.
આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ
સમસ્યા ઉભી થઈ છે, ત્યારે કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો ખુબ વ્યય થઈ
રહયો છે. ત્યારે કેસુડાં જેવા ફૂલો બહુગૃણી ફૂલોના રંગોની ધૂળેટી જો મનાવવા માં
આવે તો તેહવારો ની મઝા સાથે સ્વાસ્થ્ય ની પણ જાણવણી થઈ શકે એમાં કોઈ બે મત
નથી.તાપી જિલ્લા ના સાત તાલુકા વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકરમુન્ડા, ડોલવણ
તાલુકામાં રહેતા આદિવાસીઓ દ્વારા હોળી ધુળેટીની ભવ્ય ઉજવણી કરશે. સાથે પાંચ દિવસ
સુધી તહેવારની ઉજવણી કરશે.
કેસૂડો ચર્મરોગ સહિતના રોગોમાં ઉપયોગી
જે કેસૂડાંના ફૂલો આરોગ્ય માટે
હિતકારી છે. આયુર્વેદની દ્રષ્ટીએ ગુણકારી ગણાતા કેસૂડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક
સંસોધનો થઈ ચુક્યા છે. જેમાં ચર્મરોગ અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં
સુકા કેસૂડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ-શરદી, તાવ જેવા રોગોથી રક્ષણ પૂરું
પાડે છે.
પ્રકૃતિપૂજક
સમાજે પરંપરા જાળવી રાખી
પ્રાકૃતિપુજક ગણાતો આદિવાસી સમાજ
હોળી ધૂળેટીના પર્વ આ જે આદિકાળથી કેસૂડાંના ફૂલો સાથે ઉજવતો આવ્યો છે.જે પરંપરા
આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે. કેસૂડાંના ફુલોને વીણી લાવે છે જે બાદ તેના
ફૂલોને પાણીમાં નાખી ગરમ કરવામાં આવે છે. પાણી ગરમ થતા ફૂલોમાંથી કલર છૂટો પડે છે
અને પાણી કલરવાળું થઇ જાય એટલે તેનો ઉપયોગમાં લેવાઈ છે.


.png)