સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ ખાતે ઘર આંગણે પાર્ક કરેલી આઈ ટ્વેન્ટી કાર અચાનક જ ભડ ભડ સળગી ઉઠી હતી. સદનસીબે આ બનાવમાં કાર સંપૂર્ણપણે બળી જવા સિવાય કોઈ મોટું નુકસાન થયાનું નોંધાયું નથી.
આ અંગે મળેલી વિગત મુજબ આમલીપાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતાં સુરેશભાઈ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમણે પોતાનાં ઘર વપરાશ માટે હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કાર નંબર (GJ-26-AB-5039) વસાવી હતી. આ કાર બુધવારે સાંજે પોતાના ઘર આંગણે પાર્ક કરી હતી ત્યાં અચાનક જ ભડ ભડ દઈ ને સળગવા માંડી હતી. આ કારણે ગભરાટનું વાતાવરણ ઉભું થયું હતું પરંતુ આ આગ વધુ પ્રસરે અને નુકસાન કરે એ પહેલાં ઘરના લોકોએ સળગતી કારને ધક્કો મારી નજીકના ખેતરમાં ધકેલી દીધી હતી અને થોડી જ વારમાં આઈ ટ્વેન્ટી કાર સંપૂર્ણ પણે બળી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કાર સંપૂર્ણપણે બળી જવા સિવાય કોઈ મોટું નુકસાન થયાનું નોંધાયું નથી. કાર માલિક સુરેશભાઈએ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.

.png)