સોનગઢ તાલુકાના વડપાડા પ્ર ઉમરદા ગામે રહેતાં એક દંપતી વચ્ચે મન્ચુરિયન ખાવા બાબતે બોલાચાલી થતાં પત્નીએ ઝેરી દવા પી ને જીવન ટુંકાવી લીધું હોવાનો બનાવ નોંધાયો હતો. વડપાડા પ્ર ઉમરદા ગામે યોહાન ભાઈ આવસિયા ભાઈ ગામીત પરિવાર સાથે રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે.યોહાન ભાઈ તેમની પત્ની વર્ષા બહેન યોહાન ભાઈ ગામીત (20) ગત રવિવારે સાંજે કામ અર્થે હીરાવાડી ગામ તરફ ગયાં હતાં.
જ્યાં વર્ષા બહેને પતિ યોહાનભાઈને મન્ચુરિયન ખવડાવવા માટે કીધું હતું. જો કે તે સમયે યોહાનભાઈ પાસે ખિસ્સામાં પૈસા ન હોય તેમણે પત્ની ને મન્ચુરિયન ખવડાવવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી અને તેઓ ઘરે પરત આવી ગયાં હતાં.આ બાબતે વર્ષા બહેનને મનોમન ખોટું લાગી આવતાં મોડી રાત્રી ના સમયે પોતાનાં ઘરે જ તેમણે ભીંડાના પાક માં નાંખવા ની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.આ અંગે પરિવારજનો ને જાણ થતાં તેમને સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઈ આવ્યાં હતાં જ્યાંથી વધુ સારવાર અર્થે વ્યારા ની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે 3 કલાકે વર્ષા બહેન નું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સોનગઢ પોલીસે કાયદેસરની નોંધ કરી તપાસ હાથ ધરી છે .



.png)