વ્યારા તાલુકાના દડકવાણ ગામે પુર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા સમયે તાત્કાલિક કઇ રીતે શોધ અને બચાવ કામગીરી કરી શકાય તે અંગે પુર આધારીત મોકડ્રીલ યોજી હતી, જેમાં પાણીમાં ડૂબેલ વ્યક્તિને બહાર કાઢવાથી લઇ જરૂરી સારવાર સુધીનું મોકડ્રિલ યોજાયું હતું.જેમાં મામલતદાર કચેરી વ્યારા, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ટીમ વર્ક કામ કર્યું હતું.
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય જેને લઈને ભારે વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ગ્રામજનો દ્વારા કઈ રીતે પૂરમાં પડેલા લોકોને બચાવી શકાય એ માટે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ યોજાઇ રહ્યા છે. વ્યારા તાલુકાના દડકવાણ ગામની સીમ પાસે પસાર થતી નદીમાં એક ઈસમ તણાઈ રહ્યા હોવાના મેસેજ વહીવટી તંત્રને મળે છે જે આધારે વ્યારા પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈ પુરમાં તણાઇ રહેલા યુવકને બચાવે છે તેને તાત્કાલિક સ્થળ પર જરૂરી સારવાર કરાવી એને વધુ સારવાર માટે આગળ મોકલી આપવામાં આવે છે. વ્યારાના દડકવણનાં નદી કિનારે પોલીસ, ફાયર, આરોગ્ય ટીમ દ્વારા પૂરમાં ડૂબી રહેલા વ્યક્તિનો બચાવ કામગીરીનું મોકડ્રિલ સફળતા પૂર્વક થયુ હતું .


.png)