Tapi: લોકસભાની ચૂંટણી સંદર્ભે મતગણતરી સ્થળ પર ટ્રાફિક નિયમન જાળવવા વૈકલ્પિક રૂટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

Study Material
0
લોકસભા સમાન્ય ચૂંટણી 2024 સંદર્ભે 23 બારડોલી સંસદીય મતવિસ્તારની મતગણતરી આગામી તા.04 જૂન, 2024ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે થનાર છે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢથી આહવા તરફ જતા રોડ ઉપર દશેરા કોલોની ખાતે રાજય ધોરીમાર્ગ નં.173 ઉપર આવેલ છે. જે રોડ ઉપર સોનગઢથી આહવા તથા મલંગદેવ ઓટા વિસ્તારના નાના-મોટા ગામડામાં જવા આવવાનો મુખ્ય માર્ગ છે. 
 
 જે માર્ગથી ભારે વાહનોની અવર-જવર રહેવા પામે છે, જે રસ્તાને અડીને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ આવેલ છે. લોકસભાની 24-બારડોલી (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારના સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતવિસ્તારમાંથી ઘણી મોટી સંખ્યામાં જન મેદની વાહનો સાથે આવવાની શકયતા રહેલ છે. જેથી રોડ ઉપર ઘણું ટ્રાફિક રહેવા પામે છે. મતગણતરી સ્થળ તથા સોનગઢ-આહવા રોડ ઉપરનું હાલનું ટ્રાફિક જોતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને તથા ટ્રાફિક નિયમનને ધ્યાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.બોરડે સોનગઢ ઓટા ચાર રસ્તાથી (આહવા રોડ) રાણીઆંબા ગામ તથા રેલવે ફાટક તરફથી આવતા-જતા રસ્તાને પ્રતિબંધિત રૂટ તરીકે જાહેર કરીને ચાંપાવાડી ચાર રસ્તાથી રાણીઆંબા થઈ રેલ્વે ગરનાળા નીચેથી રેલ્વે સ્ટેશન રોડથી સોનગઢ જે.કે.ગેટ (સુરત-ધુલીયા હાઈ-વે) આવતા-જતા રસ્તાને વૈકલ્પિક રૂટ તરીકે નક્કી કર્યો છે. જેનો અમલ તા.04/06/2024 ના રોજ 05.00 કલાકથી 24.00 કલાક સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top