તાપી જિલ્લામાં શુક્રવારે સાતેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં વ્યારા ખાતે બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. સારા વરસાદની હેલી વચ્ચે જગતનો તાત ખેતી કાર્યમાં જોડાયો છે. તાપી જિલ્લાના સાત તાલુકા પૈકી દિવસ દરમિયાન વાલોડમાં 58 મિમી અને ઉચ્છલમાં 01 મિમી વરસાદ નોંધાયો હતો.
જૂન માસના અંતિમ તબક્કે મેઘરાજાએ તાપી જિલ્લામાં પધરામણી કરતા ખેડૂતોમાં રાહત થઈ હતી. છેલ્લા બે દિવસથી તાપી જિલ્લામાં સારો વરસાદ નોંધાતા આકાશી ખેતી કરતા ખેડૂતો માટે પૂરતો વરસાદ આવી જતા આનંદ વ્યાપી ગયો હતો. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ, કુકરમુન્ડા વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ વાવણીકાર્યમાં જોડાઇ ગયાં છે.



.png)