તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ “PATHIK” એપમાં કરવું ફરજીયાત

Study Material
0

એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરીટી ગુજરાત રાજ્ય અમદાવાદના દ્વારા રાજ્યના તમામ શહેર જિલ્લાઓમાં આવેલી હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાઓમાં રહેઠાણ માટે આવતા ગ્રાહકોની નિયમિત રીતે નોંધણી થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલા પથિક સોફ્ટવેર દરેક શહેર, જિલ્લાઓમાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓમાં કાઉન્ટર ઉપર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓમાં આવતા ગ્રાહકોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા તથા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા તેમજ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ફરજીયાત બનાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે અન્વયે તાપી જિલ્લાનાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓમાં અસામાજિક તત્વો તથા આંતર જિલ્લા તેમજ આંતર રાજ્યનાં ગુનેગારો તેમજ ત્રાસવાદી સંગઠનોનાં માણસો રોકાઇને પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપે તેવી સંભાવના રહેલી હોય, આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ, ગેસ્ટહાઉસનાં માલિકો, સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની સાથે દરેક હોટલ,ગેસ્ટ હાઉસ ખાતેના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક (Program for Analysis of Traveller & Hotel Informatics) સોફટવેર ઇન્સ્ટોલ કરી તેમાં પણ ગ્રાહકોની નિયમિત અને ફરજીયાત એન્ટ્રી કરે તે સારૂ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) હેઠળ મળેલ સત્તાની રૂએથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લાનાં હદ વિસ્તારમાં આવેલા તમામ હોટેલ/ગેસ્ટહાઉસ/ધર્મશાળા/મુસાફરખાનાના માલિકે સદર જગ્યાએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતનું એક કોમ્પ્યુટર લગાવવાનું રહેશે.

તેમા ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ''PATHIK'' (Program for Analysis of Traveller & Hotel Information) સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ પણ આ ’PATHIK’” સોફ્ટવેરમાં ફરજીયાત પણે ઓનલાઇન કરવાની રહેશે.

આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ઘરાવતા તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.13.08.2024 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top