- વ્યારાના વિશાલ રાણા અને આસિફ કાકરની એમ બે ઇસમોની અટક કરવામાં આવી
- બે યુવકોની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી
- જિલ્લા એલ.સી.બીએ બન્ને આરોપીની અટક કરી આરોપીઓને ઉમરપાડા પોલીસને સોંપ્યા
સુરત બે યુવકોની હત્યાના કેસના તાર તાપી જિલ્લાના વ્યારામાં પણ મળ્યા. સુરતના ઉમરપાડાના ઊંચાવણ ગામે કબ્રસ્તાનમાં સુરતના બે યુવકોની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી. હત્યારા આરોપીઓને મદદગારી કરનાર વ્યારામાં રહેતા અન્ય બે આરોપીની તાપી જિલ્લા એલસીબીએ અટક કરી છે. જેમાં વ્યારાના વિશાલ રાણા અને આસિફ કાકરની એમ બે ઇસમોની અટક કરવામાં આવી છે. હાલ જિલ્લા એલ.સી.બીએ બન્ને આરોપીની અટક કરી આરોપીઓને ઉમરપાડા પોલીસને સોંપ્યા છે.
મળતી માહિતી અનુસાર, આરોપી નંબર 1ને પેરોલ ફર્લો સ્કવોડના માણસો વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનને મળેલી બાતમી આધારે વ્યારાનાં મગદુમનગરનાં દાદાજી સર્કલ ખાતેથી ઉમરપાડા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ 302, 342, 120(b), 2016 મુજબના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા વોન્ટેડ આરોપી વિશાલ રાજુભાઇ રાણાને ઝડપી વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે આરોપી નં. 2ને પોલીસે મળેલી બાતમી આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનના ગુનાની કલમ 302, 342, 120(b), 2015 મુજબના ગુનાના કામે સંડોવાયેલો નાસતો ફરતો વોન્ટેડ આરોપી-આશીફ સલીમભાઇ કાકરને આજરોજ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ સી.આર.પી.સી. કલમ-41(1)આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
ઉલેખનીય છે કે, સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં બે વ્યકિતની હત્યા કરી કબ્રસ્તાનમાં લાશને દાટીને હત્યાને છુપાવાના કેસમાં સુરતની ઉમરપાડા પોલીસને વધુ તપાસને અર્થે સોનગઢ પોલીસ અને વ્યારા પોલીસે બંને આરોપીઓને ઉમરપાડા પોલીસને સોંપી દેવામાં આવ્યાં હતા.


.png)