વાલોડ: અંબાચ સહિતના ગામોમાં કેરીની ચોરી

Study Material
0
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામોમાં છેલ્લાં ઘણાં સમયથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચોરોએ ખેતીવાડીના સાધનોની સાથે સાથે ખેડૂતોના શાકભાજીના પાકોમાં કેરીની ચોરી કરતા ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ ઘરેલુ ચોરોને પકડવામાં આવે તેવી લોકમાગ ઉઠી હતી.

ઉનાળાની ઋતુમાં છેલ્લાં ઘણાં સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ચોરોએ ચોરી કરવાનો નવો કીમિયો અજમાવ્યો છે.ખેડુતોના ખેતીવાડીના ઉપયોગમાં લેવામાં આવતા મોટરના વાયરો, પાણીની લાઈનમાં વપરાતાં પાઇપો, કેબલ વાયરો અને ખેતીવાડીના ઉપયોગમાં આવતાં ઓજારોની ચોરી થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

બુહારી, અંબાચ, પેલાડબુહારી,વાલોડ પંથકમાં ઘણાં સમયથી તસ્કરોએ ખેતીવાડીના સાધનોને નિશાન બનાવીને ચોરી કરીને પલાયન થઈ જાય છે. અંબાચ ગામમાં છેલ્લાં એક અઠવાડિયાથી ખેડૂતોના આંબાવાડીમાં તૈયાર થઈ રહેલી કેસર, હાફુસ, રાજાપુરી સહીતની વિવિધ પ્રજાતિની કેરીઓ હાલમાં પાક પર આવી હોય એવાં સમયે ચોરી થઇ રહી હોવાની બુમરાણ ખેડુતોમાં ઉઠી છે. અંબાચ ગામમાં કેરીની ચોરી થઇ રહી હોવાનું ગામના સરપંચ અમર ચૌધરીએ જણાવ્યું છે. આ ઘરેલુ સ્થાનિક ચોરને પકડી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top