વલસાડ જિલ્લામાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ

Study Material
0
સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ "ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો મહાઉત્સવની જેમ ઉજવણીનો શુભારંભ થયો છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી તાલકાના કોપરલી ગામની મુખ્ય શાળા, રાતા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળા અને સલવાવની મુખ્ય શાળામાં બાળકોને ઉલ્લાસભેર કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ ભેટ આપી વ્હાલ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
 
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવનો પરિણામલક્ષી કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. જે નિરંતર ચાલી રહ્યો છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી તાલુકાના કોપરલી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બાલવાટીકામાં 16, ધો. 2થી 8માં 3 અને ધો. 6માં 24 વિદ્યાર્થી, રાતા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળામાં ધો. 1માં 4, બાલવાટીકામાં 15 અને આંગણવાડીમાં 3 વિદ્યાર્થી જયારે સલવાવ ગામની

શાળામાં મુખ્ય શાળામાં બાલવાટીકામાં 9 મળી કુલ 74 વિદ્યાર્થીઓને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેને પગલે શાળા પ્રવેશોત્સવ એ માત્ર શાળાનો જ નહી પરંતુ સમગ્ર ગામનો ઉત્સવ બની ગયો હતો. વાપીના કોપરલી ખાતે રૂ. 1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલી કોપરલી મુખ્ય શાળાના મકાનની તકતીનું અનાવરણ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top