સોનગઢ: ડમ્પર અચાનક પલટી જતાં ત્યાંથી પસાર થતી મારુતિ ઇકો વાન પર પડ્યું, ચાલકનું મોત

Study Material
0
સોનગઢના બોરદા પંથકમાં આવેલા સેલટીપાડા ગામ પાસે સાંકડા રોડ પરથી પસાર થતું એક ડમ્પર અચાનક પલટી જતાં ત્યાંથી પસાર થતી મારુતિ ઇકો વાન પર પડ્યું હતું. આ અકસ્માતમાં ઇકો કારના ચાલકનું દબાઈ જવાના કારણસર સ્થળ પર જ મોત થયું હતું.

આ અકસ્માત અંગે મળેલી વિગત મુજબ, મૂળ સાગબારા તાલુકાના અમિયાર ગામ ખાતે રહેતાં દિનેશ અજેસિંગ વસાવા (40) મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. સોમવારના રોજ તેઓ પોતાની ઇકો કાર નંબર GJ-15-CD -7949 લઈ બોરદા નજીક સેલટીપાડા ગામ ખાતે પોતાના મિત્ર ને મળવા માટે આવ્યાં હતાં. દિનેશભાઇ વસાવા મોડી સાંજે સેલટીપાડા ગામથી પરત પોતાના ગામ તરફ જવા નીકળ્યાં હતા. આ ઇકો કાર સેલટીપાડા ગામની સીમમાં આવેલ મહુડાવાળી કોતર પાસે સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી રોડ બનાવવાનું મટીરીયલ ડામર મિશ્રિત કપચી ભરી ને આવતાં એક ડમ્પર નંબર GJ-05-AV-6847 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા ડમ્પર રોડની વચ્ચે પલટી મારી ગયું હતું અને તેની નીચે દિનેશભાઇ ની ઇકો કાર દબાઈ ગઈ હતી.આ અકસ્માત ના બનાવમાં ઇકો કારના ચાલક દિનેશ ભાઈ વસાવાને શરીરે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ડમ્પરના અજાણ્યા ચાલક સામે અજેસિંગ મોગિયા વસાવા રહે. અમિયાર ગામ તા.સાગબારાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top