ઉકાઈ ડેમની સપાટી ગયા વર્ષની તુલનાએ આજના દિવસે ૩.૫૦ ફુટ નીચી

0
  • ચોમાસાની સિઝનમાં ગયા વર્ષે આજના દિવસે ઉકાઈની સપાટી ૩૦૯.૧૯ ફુટ હતી
  • ઉકાઈની સપાટી ૩૦૫.૫૭ ફુટ એટલે કે ગત વર્ષે આજના દિવસની તુલનાએ ૩.૫૦ ફુટ નીચી
  •  ડેમમાંથી ૮૦૦ ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે
હવામાન વિભાગે આ સપ્તાહમાં વરસાદની આગાહી કરી હોવા છતાં છેલ્લાં  બે દિવસોથી છુટા છવાયા વરસાદ વચ્ચે સુરતના તાપમાનમાં આજે દોઢ ડીગ્રીનો  વધારો થયો હતો.જેથી સુરતીઓને વધુ એકવાર ગરમી-બફારાથી પરેશાન થવાનો વારો આવ્યો હતો.છેલ્લાં ત્રણ ચાર દિવસોથી  સુરતમાં છૂટા છવાયા વરસાદની સાથે ચોમાસાનું આગમન થવા પામ્યું છે.હવામાન વિભાગે ગઈકાલે ફરીથી મજબુત સિસ્ટમ | સક્રીય થવાના પગલે નવસારી અટકી ગયેલું ચોમાસું આગળ વધે તેવી આગાહી કરી| હતી. જો કે વરસાદની આગાહીની વચ્ચે સુરતના તાપમાનમાં દોઢ ડીગ્રીનો વધારો જોવા મળ્યો હતો.આજે સુરતના મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી તથા લઘુત્તમ ૨.૭ ડીગ્રી વધીને ૨૯.૬ડીગ્રી સેલ્સિયસ નોધાયું હતુ.હવામાં ૭૧ ટકા ભેજની સાથે પ્રતિ કલાકે ૧૨ કીમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ફલ્ડ કેટ્રોલ શાખાના સુત્રોના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝનમાં ગયા વર્ષે આજના દિવસે ઉકાઈની સપાટી ૩૦૯.૧૯ ફુટ હતી.જ્યારે આજે ઉકાઈની સપાટી ૩૦૫.૫૭ ફુટ એટલે કે ગત વર્ષે આજના દિવસની તુલનાએ ૩.૫૦ ફુટ નીચી છે. હાલમાં ઉપરવાસમાં વરસાદના કોઈ એંધાણ ન હોવાની સાથે પાણીની કોઈ આવક નથી.જ્યારે ડેમમાંથી ૮૦૦ ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top