રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

0
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. આટકોટ,ગરણી,ગુંદાળા, જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા. સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ.

સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે.




ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top