વડોદરા હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ

Study Material
0
વડોદરા હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે. આ ઇમેલ મળતા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો એરપોર્ટ દોડી આવ્યો હતો અને એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને ઊંડી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે સતર્કતા દાખવીને જામનગરના એરપોર્ટમાં પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

CISFના જવાનોની સ્નિફર ડોગની મદદથી તપાસ
એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકી પછી CISF પણ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની ઊંડી તપાસ શરૂ કરી હતી. આ માટે બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ હતી. બીજી બાજુ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. પોલીસે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની પણ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી.


એરપોર્ટ પર ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી
એરપોર્ટ પર પોલીસ અને CISF દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ કરાઈ રહ્યું છે. ચેકિંગ દરમિયાન એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી એક કારમાં શંકાસ્પદ ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જો કે,આ કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો. આ ઉપરાંત એરપોર્ટ પર ફાયર બ્રિગેડની બે ગાડીઓ પણ પહોંચી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top