તાપી જિલ્લામાં DySP સહિત નિઝર પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી પોલીસે કુકરમુંડાના હથોડા ગામ નજીક આવેલા તાપી નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી હજારો લીટર દારૂનો નાશ કર્યો હતો. પોલીસની રેડ દરમ્યાન મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભટ્ટીઓ પર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેને નિઝર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આશરે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો જથ્થો સળગાવીને નષ્ટ કરાયો હતો. પોલીસની રેડને લઈને દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

.png)