લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર શનિવારે (1 જૂન)થી મતદાન ચાલુ છે. ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર સવારે 9 વાગ્યા સુધી 11.31% મતદાન થયું છે. સૌથી વધુ 14.35% મતદાન હિમાચલ પ્રદેશમાં અને સૌથી ઓછું 7.69% મતદાન ઓડિશામાં થયું હતું.
આ સિવાય ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે 7.69% મતદાન થયું હતું. 4 રાજ્યોની 9 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે.
2019માં આ બેઠકોમાંથી ભાજપ મહત્તમ 25, TMC 9, BJD 4, JDU અને અપના દળ (S) 2-2, JMM માત્ર 1 બેઠક જીતી શકે છે. પંજાબને કારણે કોંગ્રેસને 8 સીટો મળી હતી.
આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 5 કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે. 4 એક્ટર્સ- કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે.

.png)