- વ્યારા પોલીસે જનક નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી
- 50થી વધુ નિયમ તોડતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો
- વાહન ચાલકો નિયમ તોડતા વ્યારા પોલીસે 6 થી વધુ વાહનોને ડીટેઈન કર્યા
વ્યારા વિસ્તારમાં અને મુખ્ય માર્ગ પર વાહન ચાલકો નિયમો તોડી રહ્યા હોય જેને લઈને વ્યારા પોલીસે વ્યારા જનક નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી 50થી વધુ નિયમ તોડતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. જ્યારે 06થી વધુ વાહનોને ડીટેઈન કર્યા હતા. વ્યારામાં આડેધડ પાર્કિંગ સહિત 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહનો ચલાવી રહ્યા હોવાની ફરિયાદ લઈને પીઆઇ નયન ચૌહાણ દ્વારા કામગીરી વ્યારા નગર ટ્રાફિક પોલીસ વિભાગ પાસે શરૂ કરાવી હતી. છેલ્લા બે ત્રણ દિવસથી વ્યારામાં માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરી દેવાય છે. વ્યારા નગરમાં આડેધડ વાહન પાર્કિંગ કરતા, હાઇવે પર લાયસન્સ વગર, જરૂરી કાગળો વગર, સિટબેલ્ટ, વાહનોના કાચ પર કાળી ફિલ્મ લગાવી ફરવા બાબતે નગરમાં નાના બાળકો દ્વારા લાયસન્સ વગર વાહનો ચલવવા બદલ વાહન ચાલકોનું ચેકિંગ કર્યું હતું. જેમાં વ્યારા નગરના જનક નાકા પર ચેકિંગ દરમિયાન 50 નાના મોટા વાહન ચાલકો નિયમ તોડતા પોલીસના હાથે ઝડપાયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે 6 થી વધુ વાહનોને ડીટેઈન કર્યા હતા.



.png)