ત્રીજા તબક્કાની ચૂંટણી માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ. 23 બારડોલી લોકસભા બેઠક પર સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ છે. મતદારો ધીમે ધીમે મતદાન મથક પર પહોંચી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બારડોલી લોકસભા બેઠક પર 2180 બૂથ ઉપર આજે મતદાન. કુલ 20 લાખથી વધુ મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી ઉમેદવારને ચૂંટશે ભાજપની ગઢ ગણાતી બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે સીધો જંગ છે.
કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો
કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પોતાના ગામ જેશિંગપૂરા ખાતે પોતાના પિતાજી અમરસિંહ ચૌધરી સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, મતદારોએ આ વખતે ચોક્કસ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને આ વખતે કોંગ્રેસનો બારડોલી બેઠક પર વિજય થશે તેવો જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો હતો.
23-બારડોલી લોકસભા બેઠક પર 20 લાખથી વધુ મતદારો મતદાન કરશે
સાત વિધાનસભાનો સમાવેશ ધરાવતી 23-બારડોલી લોકસભા બેઠકમાં 20,48,408 મતદારો નોંધાયા છે, જેમાં 10,42,126 પુરુષ મતદારો જ્યારે 10,07,263 સ્ત્રી મતદારો નોંધાયા છે. જેમાં ગામીત, ચૌધરી, વસાવા, હળપતિ, ઢોડિયા, વડવી, કોકણી જેવી આદિવાસી સમાજની વસ્તી લગભગ 65થી 70 ટકા જેટલી છે. સાથે એસ.સી અને અન્ય વર્ગના લોકો આ બેઠકમાં વસે છે. 23 બારડોલી લોકસભા સીટ એ બે જિલ્લામાં વહેંચાયેલી છે. સુરત અને તાપી જિલ્લાનો મત વિસ્તાર બારડોલી લોકસભાને લાગે છે. બારડોલી લોકસભામાં કુલ 7 વિધાનસભાઓની સીટો આવેલી છે. જેમાં સુરત જિલ્લામાં કામરેજ, બારડોલી, માંગરોળ, માંડવી અને મહુવા જ્યારે તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર વિધાનસભાની સીટોનો સમાવેશ થાય છે.


.png)