જામખડી ગામના ચાર રસ્તા પાસે કારે બાઈકને ટક્કર મારતાં બેને ગંભીર ઇજા

0
સોનગઢના મેઢા હાઇવે પર જામખડી ગામની સીમમાં એક કાર ચાલકે તેની કાર પૂરઝડપે હંકારી હાઇવે ક્રોસ કરી રહેલી એક બાઈક નેટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલક અને યુવતીને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.




આ અકસ્માત અંગે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના જામખડી ગામે ભગત ફળિયા માં રહેતાં સેલુ બહેન ચેમટિયા ભાઇ ગામીત ઘરકામ કરે છે. તેમના મોટા બહેન જામખડી નજીક આવેલા ગોપાલપુરા ગામ ખાતે રહે છે.ગત આઠમી એ સાંજે તેઓ બહેન ને મળવા માટે જવાનું હોવાથી બનેવી વસંતભાઈ ગોસિયાભાઈ ગામીતને બાઈક લઈને બોલાવ્યા હતાં.સાંજે પાંચ કલાક ના અરસામાં તેઓ બાઈક પર બેસી ગોપાલપુરા તરફ જવા નીકળ્યાં હતાં. તેઓ જામખડી ચાર રસ્તા ક્રોસ કરી ગોપાલપુરા તરફ જતાં હતાં ત્યારે મેઢા સોનગઢ હાઇવે પર થી પૂરઝડપે પસાર થતી એક કાર નંબર GJ-26-AC-3539ના ચાલકે બાઈકને અડફેટમાં લઈ લેતા સેલુ બહેન અને વસંતભાઈ ગામીત રોડ પર પટકાયા હતાં અને તેમને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા બંનેને 108 વાનની મદદથી સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં જ્યાંથી વસંતભાઈને વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ અકસ્માતના બનાવ અંગે અકસ્માત સર્જી ભાગી જનાર અજાણ્યા કાર ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top