- કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે.
કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે. કેમ કે, આ વખતે ચોમાસું સારું અને લાંબું રહેવાનું અનુમાન છે.
સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, દેશમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ચોમાસું કેરળ પહોંચ્યું છે. આ વખતે ચોમાસું બે દિવસ વહેલું પહોંચ્યું છે. વિવિધ અનુમાનો અનુસાર, આગામી 7-8 તારીખ સુધી ચોમાસું મુંબઇ સુધી પહોંચી શકે છે. ત્યાર બાદ લગભગ અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે.


.png)