કોસંબા પોલીસની હદમાં આવેલા ને.હા.નં-48ની સાઇડે ખેતરમાં સુરત યોગીચોકનાં સૌરાષ્ટ્રવાસીએ ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિનુભાઈ જેરામભાઇ રાણપરીયા (ઉ.વ.47, રહે. સુરત યોગીચોક, પુણા રોડ) આજે કોસંબા ગામની સીમમાં આવેલ ને.હા.નં-48ની સાઇડે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખેતરમાં સૌરાષ્ટ્રવાસીએ કોઇ અગમ્ય કારણોસર ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથક ખાતે માઉન્ટેડ શાખામાં કુલ 14 સરકારી ઘોડા પૈકી 8 ઘોડી હતી. જેમાં દિવ્યા નામક ઘોડી બે વર્ષથી હૃદયની બીમારી ધરાવતી હતી. આણંદની વેટનરી કોલેજ ખાતે પશુ વેટનરી ડોક્ટર પાસે સારવાર બાદ ઘોડીને લાઈવ ડયુટી પર રાખવાની સલાહ આપી હતી. રવિવારે કોલીક બીમારીથી પીડિત દિવ્યાની સારવાર ચાલુ હતી. ઓરણા સરકારી વેટનરી ડોક્ટર દ્વારા જરૂરી ઇન્જેક્શન, બોટલ આપી સારવાર ચાલુ કરવામાં આવી હતી. જે સારવાર દરમિયાન જમીન પર નીચે પડેલી દિવ્યાને હાજર વેટરનરી ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતક દિવ્યાને ઘલુડી પોલીસ મથક કમ્પાઉન્ડમાં દફન વિધી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



.png)