બારડોલી બેઠક પર સરેરાશ 51.97 ટકા મતદાન: તાપીમાં લોકોએ ઢોલ નગારા સાથે કેક કાપી લોકસભાના ચૂંટણી પર્વની અનોખી ઉજવણી કરી

0
બારડોલી બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના વ્યારાના શંકર ફળિયામાં ઢોલ નગારા સાથે કેક કાપી લોકસભાના ચૂંટણી પર્વની ઉજવણી કરાઈ. શંકર ફળિયાવાસીઓએ ભેગા મળીને ફળિયાના નાના ભૂલકાઓ પાસે કેક કપાવી. આ ફળિયામાં દસ મહિના અગાઉ થયું હતું મેગા ડિમોલિશન. ફળિયાના 70 જેટલા મકાનો ડિમોલિશન માં ધ્વસ્ત કરાયા હતા. કોઈ નેતા આજ પર્યંત સુધી અહીંના લોકોના હાલ જાણવા ન આવતા ફળિયાવાસીઓએ અનોખી રીતે ઉમેદવારોનો વિરોધ વ્યક્ત કરી ઢોલ નગારા સાથે કેક કાપી હતી.




લોકશાહી પર્વની અનોખી ઉજવણી

બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો. લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે વરરાજાનો ડ્રેસ પહેરી ઘોડા પર સવાર થઈ મતદાન કરવા માટે યુવક મતદાન મથકે પહોંચ્યો હતો. ઢોલ નગારા સાથે ઘોડે સવાર થઈ રાહુલ સોની નામના યુવક દ્વારા મતદાન મથક ખાતે જઈ મતદાન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top