દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ઘણા નેતાઓ નિવેદન આપી બફાટ કરતા જોવા મળી છે, ત્યારે શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને BJP અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ચોથી જૂને મહારાષ્ટ્રમાં ભાજપના અંતિમ સંસ્કાર થવાના છે, તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મા અહીં ભટકી રહી છે. સંજય રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે :
સંજય રાઉતસંજય રાઉતે આજે મીડિયા સમક્ષ કહ્યું કે, ‘તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવા-દેવા નથી. મોદીજીની ભટકતી આત્મા ભાજપ માટે સ્મશાન બની જશે. જો ભાજપના અંતિમ સંસ્કાર થશે, તો તે મહારાષ્ટ્રમાં થશે, તમે જોઈ લેજો... તેમની આત્મા દિલ્હી-ગુજરાત થઈને મહારાષ્ટ્રમાં આવે છે. તેમની આત્મા વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? કારણ કે મહારાષ્ટ્ર ભાજપ માટે ચોથી જૂને સ્મશાન જેવી સ્થિતિ સર્જાશે, તેથી જ તેમની આત્મા મહારાષ્ટ્રમાં ભાજપ માટે સ્મશાનની જેમ ભટકી રહી છે.
તેમની આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગઈ છે : રાઉત
તેમણે કહ્યું કે, ‘અમે નિર્ણય કર્યો છે કે, જેઓ મહારાષ્ટ્રના દુશ્મન છે, જેમણે મહારાષ્ટ્રને તોડવાનો પ્રયાસ કર્યો છે, ભલે તે શરદ પવાર હોય કે, ઉદ્ધવ ઠાકરે હોય, તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ કરાયો છે. તેમની આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગઈ છે. અહીંના ઉદ્યોગપતિઓ, અહીંની સંપત્તિ બધુ જ હડપવા ઈચ્છે છે. આ આત્મા સામે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે.’


.png)