વાલોડ તાલુકામાં બાળવિકાસ અધિકારી અને સુપરવાઈઝરના માગૅદશૅક હેઠળ દરેક ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાયૅકમનું આયોજન

0
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સમાવિષ્ટ ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્રો પર સંકલિત બાળવિકાસ અધિકારી અને સુપરવાઈઝરના માગૅદશૅક હેઠળ દરેક ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાયૅકમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેલાડબુહારી ગામમાં સાયકલ રેલી યોજી હતી જેમાં બાળકો જોડાયા હતાં.



લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો "No Voters to be left behind" नो हेतु सिद्ध थाय તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે વાલોડ તાલુકાના ગામોમાં મહિલા અને યુવા મતદારો એકત્રિત કરી 100 % મતદાન થાય એવા આશયથી અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો પૈકી પેલાડબુહારી માં બાળકો દ્વારા સાયકલ રેલી કાઢી હતી.

વાલોડ તાલુકામાં સમાવિષ્ટ બુહારી, હથુકા, દેગામા, કલમકુઈ સેજા ની 114 આંગણવાડી કેન્દ્રો પર સુપરવાઈઝર મનીષાબેન પટેલ અને અવનીબેનના માગૅદશૅન હેઠળ તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા દરેક ગામમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાયૅકમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, શપથ, મતદાનના દિવસે વિવિધ ડોક્યુમેન્ટ પુરાવા,મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top