ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી હતી. આ બોટમાંથી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયાની નજીક હોવાનું જાણવા મળે છે. આ બોટમાં 14 જેટલા લોકો સવાર હતા. એટીએસ અનેએનસીબી દ્વારા તેમને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
.png)


.png)