મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી

Study Material
0
પૂર્વ ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાને ગુરુવારે (18 એપ્રિલ, 2024) દિલ્હી લિકર પૉલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી છે.

 

રાઉઝ એવન્યૂ કોર્ટ કેસની આગામી સુનાવણી 26 એપ્રિલે સવારે 11 વાગ્યે કરશે. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીઓને એવા દસ્તાવેજોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો જેની તપાસ હજુ સુધી પૂર્ણ થઈ નથી. અગાઉ, કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) નેતા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.

ગઇ સુનાવણીમાં શું હતી આપવામાં આવી હતી ?
સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલ મોહિત માથુરે દલીલ કરી હતી કે કેસની તપાસ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. અન્ય આરોપી બેનૉય બાબુને આપવામાં આવેલા જામીનને ટાંકીને માથુરે કહ્યું હતું કે સિસોદિયા હવે પ્રભાવશાળી સ્થિતિમાં નથી.

વાસ્તવમાં, ED અને CBI બંને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top