ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.
ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન
- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.
- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.
- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.
- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.
- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.
- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.
• જુઓ કયા રાજ્યમાં કેટલા દિવસ ચૂંટણી ચાલશે
• ઓડિશાનો વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ 2024

• સિક્કિમની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
• અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
• આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024
• આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે.

.png)