હૈદરાબાદે IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવીને જીત મેળવી:ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા; અભિષેક-હેડની વિસ્ફોટક અડધી સદી

0
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે બુધવારે વર્તમાન સિઝનની 8મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 31 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અગાઉનો રેકોર્ડ RCBના નામે હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.





રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન જ બનાવી શકી હતી. પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે 2-2 વિકેટ લીધી હતી.

હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન, ટ્રેવિડ હેડે 24 બોલમાં 62 રન અને હેનરિક ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 28 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા અને ગેરાલ્ડ કોત્ઝીને એક-એક વિકેટ મળી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top