અમદાવાદમાં કરાં પડ્યાં, ભાવનગરમાં ધોધમાર, રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ

0
હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી પ્રમાણે, આજે 2 માર્ચની વહેલી સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં એક બાદ એક કમોસમી વરસાદ પડી રહ્યો છે. 
 

 
 
રાજકોટમાં બપોરે 12 વાગ્યા આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રસ્તાઓ પર પાણી વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો જામનગરના કાલાવડની માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો ખેડૂતોનો પાક પલળી ગયો હતો. પડધરી પંથકમાં વરસાદી ઝાપટું વરસતાં પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં SG હાઈવે, ઘુમા, બોપલ, સરખેજ, થલતેજ, ગોતા, સી.જી. રોડ, નેહરુનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે શાહીબાગ અને બાપુનગરમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top