અમદાવાદમાં નાયબ મામલતદાર અને વહીવટકર્તા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

0
  • નાયબ મામલદાર લાંચ લેતા ઝડપાયા
  • ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા
  • સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો
નાગરિકોના મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી અધિકારીઓની સરકારા દ્વારા નિમણૂ કરવામાં આવતી હોય છે. તેમ છતાં અવાર-નવાર દેશ અને રાજ્યોમાં સરકારી અધિકારીઓ દ્વારા નાગરિકો સાથે અન્યાય અથવા લાંચ માગવાનો બનાવો સામે આવતા હોય છે.

ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સરકારી અધિકારીઓ દ્વારા લાંચ માગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ ACB દ્વારા અધિકારીઓના વહીવટકર્તાઓને રંગે લાંચ લોતા ઝડપી પાડ્યા હતા. આ મામલે અમદાવાદ નાયબ મામલદાર વતી આઉટસોર્સિંગનો વ્યક્તિ 15 હજારની લાંચ ઝડપાયો હતો.

ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા
નાયબ મામલતદારે 7/12 ના ઉતારામાં નામ ચડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી વતી આઉટસોર્સિંગનો કર્મચારી લઈ રહ્યો હતો. બંનેને ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના અંગે ACB દ્વારા વૉચ ગોઠવવામાં આવી હતી.

સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો
તેથી જ્યારે નાયાબ મામલતદાર નિર્મલસિંહ ડાભી વતી યોગેશભાઇ જશુભાઇ પટેલ નામના આઉટસોર્સિંગ દ્વારા રૂ. 15,000 ની લાંચ લેતા આઉટસોર્સિંગને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં, સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત આ કેસમાં આગળ તાપસ કરવાની તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top