ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના જાહેર કર્યા હતા, તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે ભાજપે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 276 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

પ્રથમ યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
ભાજપે પ્રથમ યાદીમાં 195 તો બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક, દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે. ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્ષિણથી પાર્ટીએ તેલંગાણા (Telangana)ના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ટિકિટ આપી છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે. અન્નમલાઈને કોઈમ્બતુર બેઠકની ટિકિટ અપાઈ છે.


.png)