કોંગ્રેસ માટે આજે સૌથી મોટા અને ખરાબ સમાચાર આવ્યા છે, ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. એક સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભામાં નેતા વિપક્ષ સહિત રાજ્ય અને દેશની રાજનીતિમાં મહત્વના મનાતા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા હવે કેસરિયા કરવાની તૈયારીમાં છે. આવતીકાલે અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેર બંને ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપ પક્ષમાં જોડાશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તૂટી: લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસમાં ભારે નાશ ભાગના દ્રશ્યો જોવા મળે છે, છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો અને રાજ્યસભાના સાંસદ સહિત અનેક નેતાઓ પાર્ટીમાંથી રાજીનામાઓ આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસને સૌથી મોટો આચકો લાગ્યો છે. માધ્યમમાં અહેવાલો આવી રહ્યા છે કે ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયા કરશે તેવા ચોક્કસ અહેવાલો ચાલી રહ્યા છે. તે પૂર્વે આજે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ખડભડાટ મચાવી દીધો હતો તેમાં હવે અર્જુન મોઢવાડિયાનું નામ પણ જોડાઈ ગયું છે.
લોકસેવામાં સમર્પિત રહીને તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. વક્તૃત્વ કળા નિપૂર્ણ અને કર્તવ્ય નિભાવવા ઉત્સુક અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી. જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી સુપેરે નિભાવી. 2012 અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 2022 ચૂંટણીમાં તેઓ પોરબંદર થી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
.png)

.png)