નર્મદા : ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામમાં દૂધની બોટલ સમજી દવા પી જનાર અઢી વર્ષના એકના એક બાળકનું મોત

Study Material
0
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામમાં બનેલી કરૂણ ઘટનામાં માતાએ પોતના અઢી વર્ષીય બાળકને ગુમાવ્યું હતું.
 


પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ગમામાં બનેલી દુઃખદ ઘટનામાં હેમાબેન નરેશભાઈ વસાવાએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમનો દીકરો દિક્ષિતકુમાર નરેશભાઇ વસાવાને દરરોજ દુધની બોટલમા દુધ પીવા માટે આપતા હતા. જેમાં ગત રોજ માતા હેમાંબેન વાસણ ઘસતા હતા તે વખતે તેમનો દીકરો દિક્ષિતકુમાર ઘરમાં રમતા રમતા ઘરના ખુણામાં પડેલી તુવેરમાં છાંટવાની દવાની બોટલને ભુલથી દુધની બોટલ સમજી પી ગયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મોત નીપજતાં ગામમાં અને તેમના પરિવારમાં માતમ છવાયું હતું અને ઘટનાના પગલે અરેરાટી ફેલાઈ હતી. ડેડીયાપાડા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ભોગ બનનાર બાળકની દાદી બિમાર રહેતા હોવાથી પુત્રી, જમાઈ અને ભોગ બનનાર બાળક દાદીના ઘરે સાસરી નવાગામ પાનુડા સાસરીમાં રહેતા ન હતા, પરંતુ ખોખરાઉમર ગામે રહી માતાની સાર સંભાળ રાખતા હતા ત્યાં આ દુઃખદ ઘટના ઘટી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top