- VCE દ્વારા આગામી તા.31/3/2024 સુધી નોંધણી કરાવી લેવી
- તા.15/3/24 થી તા.31/5/24 દરમ્યાન ગુ.રા.પૂ.ની.લીના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે
રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, મકાઈ, બાજરી, જુવાર(હાઇબ્રિડ-માલદં ડી)ની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન 2024-2025 અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની નોંધણીની મુદ્દત સમગ્ર રાજયમાં સ્થાનિક સ્તરે VCE દ્વારા આગામી તા.31/3/2024 સુધી નોંધણી કરાવી લેવી.
રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ટેકા ભાવ પ્રતિ ક્વિન્ટલ(રૂ) જોઇએ તો ઘઉંનો રૂ. 2275, મકાઇનો રૂ. 2090, બાજરીનો રૂ. 2500, જુવાર (હાઇબ્રીડ)નો રૂ. 3180, જુવાર (માલદંડી)નો રૂ. 3225 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામા આવ્યો છે. તાપી જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે આગામી તા.32/3/2023 સુધી કરવી લેવી. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતો પાસે થી તા.15/3/24 થી તા.31/5/24 દરમ્યાન ગુ.રા.પૂ.ની.લીના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે. ઓનલાઈન માટે જરૂરી પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, અદ્યતન 7-12, 8અ ની નકલ, નમૂના-12માં પાકની વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તે પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્ક એકાઉન્ટના પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિત નો)સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ ભેજનું પ્રમાણ નિયત પ્રમાણમાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય.
રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી એમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.
ઓનલાઈન માટે જરૂરી પુરાવા
- આધારકાર્ડની નકલ
- અદ્યતન 7-12, 8અ ની નકલ
- પાકની વાવણી અંગે એન્ટ્રી
- પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો
- ખેડૂતના બેન્ક એકાઉન્ટના પાસબુકની નકલ
- કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિત નો)


.png)