તાપી :કાળાવ્યારા વિસ્તારમાં ભૂસ્તર વિભાગની રેડ, 70 લાખનો મુદ્દામાલ કબજે

0
તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી નો વેપલો વધી ગયો હોવાને જાણ થતા સુરત ફ્લાઇંગ અને તાપી ભૂસ્તરની ટીમે સંયુક્ત ટીમે વ્યારા તાલુકાના કાકરાપાર વિસ્તારમાં રેડ કરી હતી.જે દરમિયાન તાપી નદી માં ગેર કાયદેસર રેતી નો વેપલો માં ઉપયોગ કરાતી બે જેસીબી,બે ટ્રકો ,બે નાવડી મળી અંદાજિત 70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવને લઈને આ વિસ્તારમાં કોઈ ઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી ભૂસ્તર વિભાગે સફળતા મેળવી હતી.




તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાળાવ્યારા વિસ્તારમાં તાપી નદી પસાર થાય છે.જ્યાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવુતિ ચાલુ થઈ ગયું હતું.જેને લઈને સુરત ફ્લાઈંગ્સ સ્કોર્ડ અધિકારીઓ ના હિતેશ પટેલ અને વિજય વસાવા તેમજ વ્યારા ભૂસ્તર વિભાગના અંકિત પરમાર દ્વારા ટીમ બનાવીને કાળાવ્યારાની હદમાં ચેકિંગ ચાલુ કર્યું હતું.બનાવને લઈને કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી કરાઈ હતી. જેમાં કાળા વ્યારા ની સીમ માં પસાર થતી તાપી નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવૃત્તિ બહાર આવી હતી.

ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા કાળા વ્યારા ચેકીંગ માં રેતી ખનન કરતા બે જેસીબી મશીન તથા બે ટ્રકો તથા બે નાવડી કબજે લીધા હતા. જેમાં એક જેસીબી મશીન તથા બે નાવડી ના માલિક સુનિલભાઈ ચૌધરી (રહે કાળાવ્યારા) જ્યારે એક જેસીબી તથા એક ટ્રકના માલિક નરેશભાઈ માસાભાઇ ચૌધરી (રહે કાળાવ્યારા) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ હતી.

તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ ના અધિકારીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી તાપી નદીના પટ પર ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી ચોરી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છે.બીજી તરફ સરકારની રોયલ્ટી ની આવક વધે એ માટે પણ સતત ચેકિંગ હાથ ધરી રહ્યા છે .તેને લઈને આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી નો વેપલો કરતા અને સરકારની રોયલ્ટી ચોરી કરતા અસામાજિક તત્વો માં ફડફડાટ ફેલાઈ ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top