તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
તાપી જિલ્લામાં આગામી ૬ઠ્ઠી માર્ચના રોજ વ્યારા, સોનગઢ, વાલોડ અને નિઝર તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેતૃત્વમાં મિશન મંગલમ વિભાગ હેઠળ બહેનોએ મેળવેલ વિવિધ સહાય અને લાભોના વિતરણ અંગે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં લાભાર્થી બેહેનોને મહાનુભાવોને હસ્તે લાભોના વિતરણ, લાભાર્થીઓ દ્વારા પોતાને મળેલા લાભો અંગે પ્રતિભાવો રજુ કરશે.
.png)
