વ્યારા નગરમાં પાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાસે હનુમાનજીનું મંદિરે 40 લાખના ખર્ચે ડોમ બનશે

0
વ્યારા નગરમાં પાલિકા દ્વારા રિવરફ્રન્ટ બનાવ્યો છે જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે તે સ્થળે વિવિધ કાર્યક્રમોને ઉપયોગી બને એ માટે 40 લાખના ખર્ચે 3,243 સ્ક્વેર ફીટનો લોખંડનો ડોમ બનાવવાનું નગરપાલિકા આયોજન કર્યું છે.



વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં વિવિધ વિકાસના આયોજનો તબક્કા વાર કરી રહી છે. હાલ વ્યારા નગરમાં રિવરફ્રન્ટ આવેલું છે, જેની બાજુમાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો આયોજનો અવારનવાર થતા રહે છે. તેમ જ રીવર ફ્રન્ટ પર પણ આવતા લોકો માટે એક ડોમ બનાવો જરૂરી હતો.જેમાં યોગ સહિત અન્ય કાર્યક્રમ માટે ઉપયોગી બને એવી માંગને ધ્યાનમાં રાખી વ્યારા પાલિકા દ્વારા હનુમાનજી મંદિર પાસે સ્વામી જયંતિની ગ્રાન્ટ અંતર્ગત અંદાજિત 40 લાખના ખર્ચે 3243 સ્કેવિર ફીટમાં લોખડનો ડોમ, આરસીસી વર્ક બનાવવાનો નક્કી કરી દીધો હતો અને પાલિકા તાજેતરમાં ખાતમુહૂર્ત કરી અંદાજિત 11 માસની અંદર સુવિધા નગરજનો માટે ઉપલબ્ધ કરાવી દેશે આ ડોમની અંદર સહેલાણીઓ માટે કસરત કરવા, યોગ કરવા, ધાર્મિક કાર્યક્રમોના આયોજન, મંદિરના કાર્યક્રમો આયોજનો સહિત અન્ય કાર્યક્રમ માટે ડોમ ઉપયોગી બની રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top