ગુજરાતમાં હાલ માર્ચ મહિના ચાલી રહ્યો છે, અત્યારે રાજ્યમાં ગરમીની શરુઆતમાં પણ શરૂ થઇ ગઇ છે અને ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો હાઇ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે, તાપમાનનો પારો 39 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં તાબડતોડ ગરમીનો પારો ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, કચ્છ-સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 39.3 ડિગ્રીની ઉપર ગરમીના તાપમાનનો પારો પહોંચ્યો છે, કચ્છમાં 39.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યો છે. અમદાવાદમાં 37.3 ડિગ્રી તાપમાન રહ્યું છે અને બનાસકાંઠામાં પણ ગરમીના તાપમાનનો પારો 37.8 ડિગ્રી પર પહોંચ્યો છે.
આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


.png)