ડોલવણ: યુવકની હત્યાના પગલે આગામી 1તારીખ સુધી તમામ પરપ્રાંતિયની દુકાન બંધ રાખવાનું ફરમાન

0
ડોલવણમાં તાજેતરમાં બનેલ ઘટનામાં યુવકની હત્યાનો રોષ હજી ગ્રામજનોમાં ઠંડો થયો નથી. ગત રોજ પોલીસ દ્વારા હત્યાની ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવા આવ્યા હતા ત્યારે આરોપી યુવકને જોઈ લોકો ઉશ્કેરાઈ ગયા અને વાતાવરણ તંગ બની ગયું હતું. જે બાદ આજરોજ પરપ્રાંતીય યુવક દ્વારા સ્થાનિક આદિવાસી યુવકની હત્યા લઈ ગામજનો એકત્ર થઇને ડોલવણ વિસ્તારના પરપ્રાંતીય દ્વારા ચલવાતી દુકાનોને 1 તારીખ સુધી બંધ રાખવા એકસુરે નક્કી કર્યું હતું.




ગત 13મી માર્ચના રોજતાપી ના ડોલવણ ચાર રસ્તા પાસે એક સ્થાનીક યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી.જેમાં પોલીસ દ્વારા પીએમ કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નખવામાં આવ્યો હતો અને હત્યામાં સંડોવાયેલો પરપ્રાંતીય આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ સમગ્ર હત્યા પ્રકરણમાં ત્યાં જ રહેતા પરપ્રાંતની યુવકની સંડોવણી બહાર આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો અને આ મામલે આદિવાસી સમાજ દ્વારા ડોલવણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગત રોજ ફરી પોલીસ દ્વારા હત્યા નું રિહર્સલ કરવામાં આવતા ફરી વાતવરણ તંગ બન્યું હતું. ત્યારે આજે આદિવાસી પંચ દ્વારા પરપ્રાંતિયની દુકાન બંધ કરવામાં આવી હતી અને આગામી 1તારીખ સુધી તમામ પરપ્રાંતિયની દુકાન બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top