ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો, હવે ગણવામાં નહીં આવે રનિંગના માર્ક્સ

0
પોલીસ ભરતીને લઈને રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક મહિનાથી આ બાબતે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે. જાણો તે નિયમો શું છે….








શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે

૧૦૦ ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે


  • પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ રહેશે
  • વિષયોમાં પણ ફેર બદલી કરાઈ
  • ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિના કોર્ષ પ્રમાણે પરીક્ષા લેવાશે
  • દોડના ગુણ ગણવામાં આવશે નહીં
  • પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

આ અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top