રાજકોટ પીજીવીસીએલ ઓફિસ બહાર છેલ્લા ત્રણ દિવસથી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા કરી

0
રાજકોટ પીજીવીસીએલ ઓફિસ બહાર છેલ્લા ત્રણ દિવસથી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા કરી રહ્યાં છે. તેમની સાથે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજવામાં આવી રહ્યા છે. જ્યારે આ ઉમેદવારોની માંગણી છે કે તેમની ભરતી કરવામાં આવે અથવા તો તેમના વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે, આ સાથે જ જ્યાં સુધી પીજીવીસીએલ દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઓફિસ બહાર ધરણા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરવાના છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ ધરણા અને વિરુદ્ધ પ્રદર્શનનો કાર્યક્રમ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં પીજીવીસીએલની ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.





ત્રણ દિવસથી ઉમેદવારોના ધરણા : સુરેન્દ્રનગર ખાતેથી વિદ્યુત સહાયકની ભરતી માટે રાજકોટ ખાતે આવેલા વિજય નામના ઉમેદવારે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ચાર દિવસથી રાજકોટ ખાતે આવ્યા છીએ અને છેલ્લા ત્રણ દિવસથી અમારા ધરણા કરીએ છીએ.


અમારી માંગ છે કે અમારી ભરતી કરવામાં આવે, અથવા તો વેઇટિંગ લિસ્ટમાં અમારી સમય મર્યાદા વધારવામાં આવે. અમે તમામ ઉમેદવારોએ ગત તારીખ 1-1- 2023ના રોજ વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા આપી હતી. ત્યારથી અમે બેરોજગાર છીએ અને આ ભરતી માટેની આશા લઈને બેઠા છીએ કે ભરતી કરવામાં આવશે. આ મામલે અમે વારંવાર પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમજ કહ્યું હતું કે ભરતી કરો. ત્યારે તેઓ પણ માત્ર આશ્વાસન આપી રહ્યા છે કે ભરતી કરશું, પરંતુ આ ભરતી ક્યારે કરવામાં આવશે તે સ્પષ્ટપણે જણાવી નથી રહ્યાં. વિજય ( ઉમેદવાર )

જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા : ધરણા ઉપર બેઠેલા અન્ય ઉમેદવાર પ્રકાશ રાઠોડે ઈટીવી ભારત ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 6,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ ભરતી માટેની પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 300 જેટલા જ વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે. તેમજ બાકીના વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આ વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદા પણ હવે પૂર્ણતાના આરે છે. અમારે આ ભરતીમાં નેવું જેટલા માર્ક આવ્યા હોવા છતાં પણ અમારી ભરતી કરવામાં આવી નથી રહી. જ્યારે અમે 46 જેટલા ડિવિઝનમાં આ મામલે આરટીઆઇ કરી હતી જેમાંથી આઠ ડિવિઝનની જવાબ આવ્યો છે. જેમાં સામે આવ્યું હતું કે 300 કરતાં વધુ જગ્યાઓ ખાલી છે છતાં પણ ભરતી કરવામાં આવતી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top