કાકરાપારખાતે નવનિર્મિત ૭૦૦-૭૦૦ મેગાવોટની ક્ષમતાવાળા બે વીજ પ્લાન્ટની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને અર્પણ કર્યા

0
  • સ્વદેશી નિર્મિત બે વીજ પ્લાન્ટ કાર્યરત થતા..
  • કાકરાપાર અણુવિદ્યુત મથકની ક્ષમતા પહોંચી ૧૮૪૦ મેગાવોટ
  • પ્રધાનમંત્રીશ્રીની કાકરાપાર અણુવિદ્યુત મથકની આ મુલાકાત
  • દરમિયાન રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની એકદિવસીય મુલાકાત દરમિયાન તેમણે સુરત જીલ્લાના કાકરાપાર ખાતે સ્વદેશી નિર્મિત ૭૦૦-૭૦૦ મેગાવોટની ક્ષમતાવાળા બે નવનિર્મિત વીજ પ્લાન્ટ દેશવાસીઓને અર્પણ કર્યા. “ગ્રીન એનર્જી કલીન એનર્જી"ની દિશામાં ગુજરાતની એક વધુ આગેકૂચ. એક ઓર મોરપિચ્છનો ઉમેરો આ પહેલ થકી થવા પામ્યો છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્વદેશી નિર્મિત આ બે યુનિટના અર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



નવસારીના જિલ્લાના વાસી બોરસી મુકામે વિકાસકાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આટોપ્યા બાદ કાકરાપાર ખાતે આવી પહોંચતા પ્રધાનમંત્રીશ્રીને અણુવિદ્યુત મથકના અધિકારીઓ દ્વારા અણુવિદ્યુત મથકની કાર્યરિતિઓ અંગે પ્રદર્શનના માધ્યમથી વિસ્તૃત વિગતો દ્વારા સમજ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીશ્રીની કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટમાં થતી કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

ઉપસ્થિત અધિકારીઓએ પ્લાન્ટ કેટલી ક્ષમતા સાથે કાર્યરત છે, પ્લાન્ટમાં થતી ગતિવિધિઓને કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલરૂમથી કઇ રીતે નિયંત્રિત કરી શકાય એ અંગે પણ વિગતે જાણકારી આપી હતી.

તેમની આ મુલાકાત દરમિયાન અણુવિદ્યુત મથકના વરિષ્ઠ અધિકારીઓએ પ્લાન્ટની સ્વદેશી બનાવટ અંગે માહિતી આપતા વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝડ હેવી વોટર રિએકટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે તેમ જણાવ્યું હતું. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંશાધનો, પુરવઠો, અને અમલીકરણ અંગે 'આત્મનિર્ભર ભારત'ની પરિકલ્પનાને સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ તેઓએ કહ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ પ્લાન્ટના નિર્માણકાર્યમાં સહભાગી થનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.


તેમની આ મુલાકાત દરમિયાન અણુવિદ્યુત મથકના વરિષ્ઠ અધિકારીઓએ પ્લાન્ટની સ્વદેશી બનાવટ અંગે માહિતી આપતા વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝડ હેવી વોટર રિએકટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે તેમ જણાવ્યું હતું. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંશાધનો, પુરવઠો, અને અમલીકરણ અંગે 'આત્મનિર્ભર ભારત'ની પરિકલ્પનાને સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ તેઓએ કહ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ પ્લાન્ટના નિર્માણકાર્યમાં સહભાગી થનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે તેનું ટ્વીન એકમ KAPP-૪ પણ પ્રધાનમંત્રીશ્રીના આગમન સમયે ગ્રીડ સાથે જોડાઇ ગયું છે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરેલ છે જે ગૌરવની બાબત છે.


પ્રધાનમંત્રીશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, એ.ઇ.સીના ચેરમેન એ.કે. મોહન્તી,એ.ઈ.આર.બીના ચેરમેન ડી.કે.શુકલા, એન.પી.સી.આઈ.એલના સી.એમ.ડી બી.સી.પાઠક, ડી.એ. ઇના જોઇન્ટ સેક્રેટરી બિશ્વદીપ ડે, એ.ઇ.આર.બીના ઇ.ડી એસ.બી.ચાફલે, એન.પી.સી.આઇ.એલના ડિરેકટર સર્વશ્રી વિ.કે. શર્મા, પી.એ સુરેશ બાબુ, એસ. મુથ્થુક્રિષ્નન, આર.સરન અને વિ.રાજેશ, સી.વી.ઓ સલમાન ખાન, સાઇટ ડાયરેકટર એન.કે.મીથારવાલ, સ્ટેશન ડાયરેકટર સર્વશ્રી અજયકુમાર ભોલે અને યશ લાલા તથા ઓપરેશન સુપ્રીન્ટેન્ડન્ટ શંકર વેંકટરામાણી આ મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા.

ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હાલમાં ૭૪૮૦ મેગાવોટની કુલ ક્ષમતા સાથે ૨૩ રિએકટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR ટેકનોલોજીના ૧૫ રિએકટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ૧૦૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૪ લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ ૨૦૩૧/૩૨ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રીએકટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને ૭૪૮૦ મેગાવોટથી વધારીને ૨૨૪૮૦ મેગાવોટ કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top