વ્યારાના કરંજવેલ ગામના બાલપુર પાટિયા પાસેના ચિકનની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુનાની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા કરંજવેલ ગામના બાલપુર પાટિયા પાસે આવતા ચિકનની દુકાન ચલાવતો પ્રોહી. લિસ્ટેડ બુટલેગર પ્રિયજ ઉર્ફે પિયુષ મોતીસિંગભાઈ ગામીતની દુકાન ઉપર પ્રોહી. મુદામાલ અંગે રેડ કરી હતી જયા પ્રિયજ ઉર્ફે પિયુષ મોતીસિંગભાઈ ગામીત ત્યાં ન હતો. જોકે પોલીસે દુકાનની આજુબાજુમાં તથા ઝાડી જંગલ હોય જેથી દુકાનની પાછળના ભાગેથી ઝાડીમાં કાળા કલરની કોથલીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ ૭૪ નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીઓની ફરિયાદના આધારે પ્રિયજ ઉર્ફે પિયુષને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વ્યારા: બાલપુર પાટિયા પાસે દુકાન પાછળથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો
ડિસેમ્બર 28, 2023
0
અન્ય ઍપમાં શેર કરો