લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરી શકે છે તેવું સૂત્રોએ જાહેર કર્યું છે.
- 6 થી 10 રુપિયા સસ્તા થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ
- સરકાર અને ઓઈલ કંપનીઓની ચાલી રહી છે વાતચીત
- લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરી શકે છે જાહેર
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું.
6થી 10 રુપિયાનો ઘટાડો
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે હજુ સત્તાવાર પુષ્ટિની થઈ નથી પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં આશરે 6 રૂપિયા પ્રતિ લિટરના જંગી કાપ પર વિચાર કરી રહી છે. આ મોટી જાહેરાત 31 ડિસેમ્બર પહેલા થઈ શકે છે આ પ્રસ્તાવને હજુ સુધી વડાપ્રધાનની મંજૂરી મળવાની બાકી છે.
ક્યારથી ભાવ સ્થિર છે
ગત વર્ષના 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. હાલમાં દેશમાં ઓવરઓલ પેટ્રોલના ભાવ 96 થી 100 રુપિયાની આસપાસ છે. 22 મે, 2022 ના રોજ, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેને કારણે પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો થયો હતો.
સરકારી ઓઈલ કંપનીઓ નફામાં છે
સરકારી માલિકીની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) એ એપ્રિલ-સપ્ટેમ્બરમાં બમ્પર નફો કર્યો હતો.