તાપી: કરાર આધારીત શિક્ષકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે આવેદન પાઠવી ન્યાયની માંગ કરી

0
વ્યારા કલેક્ટર કચેરી ખાતે આગેવાન યુસુફ ગામીતના નેજા હેઠળ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા અને તાપી જિલ્લા કલેકટર મારફતે રાજ્યપાલને ટેટ,ટાટ પાસ શિક્ષકોની જ્ઞાન- સહાયક કરાર આધારીત શિક્ષકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી. ન મળે તો 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે જિલ્લા સ્તરે પ્રતિક ધરણા કરવામાં આવશે

વ્યારા કલેકટર કચેરી મારફત રાજ્યપાલને આપેલા આવરણમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક અન્વયે ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કોન્ટાકટ આધારીત શિક્ષકોની ભરતી કરશે એટલે જ્ઞાન-સહાયક ભરતી કરશે.જેમાં ગુજરાતના તમામ ટેટ,ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બી.એડ. કરતા ઉમેદવારો આ વ્યથાથી નારાજ છે. અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની સરકારી અને ટેટ ,ટાટ પરીક્ષા પાસ કરેલા અને પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો સાથે અન્યાય બંધ કરો.તેમજ દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલી હોવા છતાં વય મર્યાદાના નિયમને લીધે સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થઈ જો રાત–દિવસ મહેનત કરીને ટેટ,ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની જીંદગી અંધકારમય થઈ જશે. તેમજ જ્ઞાન-સહાયકના નામે શિક્ષિત યુવાનો શોષણ બંધ કરો કાયમી ભરતી કરો એવી માગ કરી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top