તાપી: શાળાના બાળકો સાથે મુખ્યમંત્રીએ ભોજન કર્યું

0
તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની ગત રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગંગથા, મોરંબા, તોરંદા, કુકરમુંડા સહીત નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામની મુલાકાત લીધી હતી. પ્રથમ મુખ્યમંત્રી કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લઇ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.



ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કર્યો
ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી.ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરી પોતાના પ્રશ્નો રજૂ કરતા મુખ્યમંત્રીએ શાંતિપુર્વક સાંભળીને તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સાથે વિશેષ સુચનાઓ આપી હતી. ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો.


પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને અમૃત સરોવરની મુલાકાત લીધી ​​​​​​​
ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પુરતો જથ્થો, સાધન સામગ્રી, આરોગ્ય વિભાગનો સ્ટાફ જેવી બાબતોની સૂક્ષ્મ જાણકારી મેળવીને આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગોમાં દાખલ દર્દીઓની પણ મુલાકાત લીધી હતી. મોરંબા ગામે દૂધ મંડળી, શાળા સહીતની મુલાકત લઇ તોરંદા ગામના પ્રાકૃતિક ખેતી કરતા વિશ્વાસભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને અમૃત સરોવરની મુલાકાત લીધી હતી.

મધ્યાહન ભોજનમાં બાળકો સાથે ભજન કર્યું ​​​​​​​
જેમાં મુખ્યમંત્રી અમૃત સરોવર સ્થળે પહોંચીને ગ્રામજનો, અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો, અને અમૃત સરોવરના નિર્માણના પ્રારંભથી હાલ ચોમાસામાં સંગ્રહિત થયેલા પાણી વિષે વિગતો જાણી હતી. તેમજ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિશ્વાસભાઈ મગનભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લઈને ખેડૂત પાસેથી પ્રાકૃતિક ખેતી તેમના અનુભવો સાંભળ્યા હતા.​​​​​​​ વિશ્વાસભાઈએ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અને તેના ફાયદાઓથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન મધ્યાહન ભોજનના પંગતમાં બાળકો સાથે બેસી વાતચીત કરીને ભજન કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top