ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમ અને નંદુરબાર નજીક ના પ્રકાશા બેરેજ માંથી બુધવારે સાંજે પાણી છોડવા માં આવતાં ઉકાઈ ડેમમાં ગુરુવારે સમગ્ર દિવસ દરમિયાન સતત 131069 ક્યુસેક પાણી નો આવરો ઠલવાયો હતો.પાણી ની આ આવક ના પગલે ડેમ ની સપાટી પણ સાંજે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાક માં લગભગ સવા ફૂટ જેટલી વધી ગઈ છે. બુધવારે બપોરે તાપી નદી પર ના ભૂસાવલ નજીક આવેલા હથનુર ડેમ માંથી 1.37 લાખ જ્યારે નંદુરબાર જિલ્લા ના પ્રકાશા બેરેજ માંથી 71619 ક્યુસેક પાણી છોડવા માં આવ્યું હતું.
આ કારણે બુધવાર સાંજ થી ઉકાઈ ડેમમાં પાણી ની સારી આવક શરૂ થઈ હતી.ગુરુવારે સાંજે છ કલાકે ડેમ માં 65835 ક્યુસેક પાણી ની આવક હતી જ્યારે સપાટી 315.93 ફૂટ હતી જે શુક્રવારે સવારે વધી ને 317.50 ફૂટ પર પહોંચી હતી જે લગભગ સવા ફૂટ નો વધારો થયો હતો જ્યારે પાણી ની આવક 65835 ક્યુસેક રહી હતી.ગુરૂવાર રાત્રે 10 કલાક થી ડેમ માં 87612 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી જે શુક્રવારે સવારે દસ કલાક થી વધી ને 131069 ક્યુસેક થઇ ગઇ હતી.
રાત્રિ દરમિયાન સતત 130971 ક્યુસેક પાણી ડેમમાં આવ્યું હતું જેના પગલે ડેમ ની સપાટી પણ ધીમી ધારે વધવા પામી હતી.શુક્રવારે સવારે છ કલાકે ડેમ માં કુલ 120180 ક્યુસેક પાણી ની આવક થઈ રહી હતી જ્યારે સપાટી 317.02 ફૂટ નોંધાઇ હતી.હથનુર ડેમ માંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે રાત્રે ડેમમાં આવવાથી ડેમ ની સપાટી માં વધારો થયો.
ડેમમાં હાલ 3254 mcm પાણીનો સંગ્રહ
અત્રે નોંધનીય છે કે ઉકાઈ ડેમમાં પૂર્ણ સપાટી એ કુલ 7514 Mcm પાણી નો સંગ્રહ થાય છે એના પ્રમાણમાં ગુરુવારે સાંજે ડેમમાં 3254 mcm એટલે કે 43.89 % પાણી જ સંગ્રહ થયેલું છે.સિંચાઇ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ રુલ લેવલ મૂજબ તા પહેલી ઓગસ્ટ સુધી ડેમમાં 333 ફૂટ પાણી નો સંગ્રહ થઈ શકે તેમ છે જેથી હાલ ઉકાઈ ડેમ માંથી પાણી છોડવા માં આવે એવી શક્યતા નહિવત્ છે. ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણાય છે. રૂલ લેવલ કરતા ડેમ હાલ 16 ફૂટ જેટલો ખાલી છે.



.png)