ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે વર્લ્ડકપનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વર્લ્ડકપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ અમદાવાદના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં ફાઇનલ સહિતની મેચો રમાશે.
અમદાવાદમાં રમાશે આ મુકાબલા5 ઓક્ટોબર, ગુરુવાર ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ
- 15 ઓક્ટોબર, રવિવાર, ભારત vs પાકિસ્તાન
- 4 નવેમ્બર, શનિવાર, ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
- 10 નવેમ્બર, શુક્રવાર સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન
- 19 નવેમ્બર, રવિવાર, ફાઇનલ
ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારત દ્વારા યોજવામાં આવશે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ, ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું.
તમામ મેચો 12 મેદાન પર રમાશે
ODI વર્લ્ડ કપની તમામ મેચો ભારતમાં 12 મેદાનો પર રમાશે. તે અંતિમ છે. વર્લ્ડ કપ માટે આ મેદાનોને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
ફાઈનલ અમદાવાદમાં યોજાશે
ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. સેમી ફાઈનલ મેચો મુંબઈ અને કોલકાતામાં રમાવાની છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચે છે તો તે મેચ મુંબઈમાં જ રમાશે.



.png)