Gujarat: રાજ્યના IPS અધિકારીઓની બદલીને લઈ શું આવ્યા મોટા સમાચાર

0
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. અમદાવાદમાં તેમણે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અને લોકસભાના વિકાસના કાર્યોની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.




એક સપ્તાહમાં IPS અધિકારીઓની બદલી થઈ શકે છે

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રથયાત્રા બાદ બદલીની શક્યતાઓ હતી ત્યારે હવે એક સપ્તાહમાં જ IPS અધિકારીઓની બદલી થઈ શકે છે.


અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે.અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top